ફિલ્મ જગત
News of Wednesday, 24th April 2019

દિકરા કરણ માટે પોતાની ફિલ્મનું કામ સની દેઓલે પાછળ ધકેલ્યું

સની દેઓલે નેવુંના દસકમાં ઘાયલ, ઘાતક, દામિની જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મો તેણે રાજકુમાર સંતોષી સાથે બનાવી હતી. પણ બાદમાં બંને વચ્ચે તકરાર થઇ ગઇ હતી. ગયા વર્ષે જ બંનેએ ફરી હાથ મિલાવ્યો હતો અને એક ફિલ્મની શરૂઆત કરી હતી. પણ સનીએ દિકરા કરણ દેઓલની ફિલ્મ માટે સંતોષીની ફિલ્મનું કામ રોકી દીધું હતું. રાજકુમારની ફિલ્મ ફતેહસિંહની કહાની પર આધારીત છે, આ કાલ્પનિક પાત્ર છે. ફેબ્રુઆરમાં શુટીંગ શરૂ થઇ જવાનું હતું. પણ દિકરા કરણની ડેબ્યુ ફિલ્મ પર ધ્યાન આપવા સની દેઓલે સંતોષી સાથેની ફિલ્મ હાલમાં શરૂ કરવાનું ટાળ્યું છે. સંતોષીએ પણ કરણ પોતાના દિકરા જેવો હોવાનું કહી સનીને સમય આપ્યો છે. ફતેહસિંહનું શુટીંગ લંડન, પંજાબમાં થશે અને ૧૫મી ઓગષ્ટ સુધીમાં રિલીઝ થઇ જશે. તેમ સંતોષીએ કહ્યું હતું.

(9:54 am IST)