ફિલ્મ જગત
News of Tuesday, 24th April 2018

'ધ રોક' નામથી ફેમસ એક્ટર ડ્વેન જોનસન ત્રીજીવાર બન્યો પિતા :ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દીકરીની તસ્વીર

'ધ રોક' નામથી ફેમસ એક્ટર ડ્વેન જોનસન ત્રીજી વાર પિતા બન્યો છે તેણે પોતાની નવજાત બાળકીની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ તસવીરમાં તે પોતાની દિકરીને ગોદમાં લીધી છે.રોકે તેની દિકરીનું નામ ટિઆના જિયા જોનસન રાખ્યું છે. રોકની મોટી દિકરીનું નામ સિમોને છે. જે 16 વર્ષની છે. જ્યારે બીજી દિકરીનું નામ જૈસ્મિન છે. જે 2 વર્ષની છે.

  રોકને ડર હતો કે તે પોતાની ફિલ્મ રેંપેજના પ્રમોશનને લઈને પત્ની સાથે નહિં રહી શકે. પરંતુ તે સાચા સમયે તે તેની પત્ની સાથે ડિલિવરી રૂમમાં હતો.

  રોકે ડિલિવરૂ રૂમમાં પત્ની સાથે પોતાના એક્સપીરિયન્સને શેર કરતા, એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર લખી છે. તેમણે લખ્યું, હું સ્ટોન્ગ અને પ્રેમ કરનાર મહિલાઓ વચ્ચે મોટો થયો છું. ડિલિવરી સમયે પત્ની સાથે રહેવું ઘણું ક્રિટિકલ હોય છે. પરંતુ જો તમે રિયલ લાઈફમાં મુશ્કેલીના સમયને જાણવા માગતા હોય તો બાળકનો જન્મ કેમ થાય છે તે જુઓ. જે તમારી જિંદગી બદલી દેશે. અને મહિલા માટે પ્રેમ અને ઈજ્જત વધી જશે.

(9:23 pm IST)