ફિલ્મ જગત
News of Tuesday, 24th April 2018

બાલાજીની નવી વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ

મુંબઈ:દર્શકો વચ્ચે વેબ સિરીઝમાં માગ વધી રહી છે. નિર્માત્રી એકતા કપૂરની ઓલ્ટ બાલાજી એપ પર નવી વેબ સિરીઝ ગંદી બાતનું બોલ્ડ ટ્રેલર રિલીઝ કરાયું છે. આ વેબ સિરીઝ માત્ર દસ એપિસોડની હશે. પ્રત્યેક એપિસોડ બે કલાકનો હશે જેમાં દેશી ભાભીઓની નટખટ અને રસપ્રદ વાતો દર્શકોને માણવા મળશે. રાગિણી એમએમએસ ૨.૦ બાદ દર્શકોમાં ગંદી બાતના ટ્રેલરે તેને જોવાની તાલાવેલી વધારી દીધી છે. દસ એપિસોડ દરમિયાન સંબંધો અને સામાજિક કલંકો પર વાત કરાશે. આ વેબ સિરીઝમાં ભાભી, દિયર અને સસરા વચ્ચે સેકસની ચર્ચા થશે જે માત્ર બોલ્ડ નોવેલોમાં જ વાંચવા મળતી હોય છે.

(5:42 pm IST)