ફિલ્મ જગત
News of Tuesday, 24th April 2018

એકદમ અલગ ભાગમાં આવી રહી છે 'અવતાર 2'

મુંબઈ:વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલી સાયન્સ ફિકશન ફિલ્મ અવતાર વિશ્વભરમાં ખૂબ ગાજી હતી. અવતારનો બીજો ભાગ પહેલી ફિલ્મથી એકદમ અલગ હશે. દિગ્દર્શક જેમ્સ કેમરૂને ટેક્નિકલ વર્કની મદદથી સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ અવતારની એક અલગ જ દુનિયા દર્શકોને બતાવી હતી. કેમરૂનનું કાલ્પનિક વિશ્વ જોઇ દર્શકો દંગ રહી ગયા હતા. કેમરૂને આ ફિલ્મ સિરીઝની ચાર ફિલ્મોની જાહેરાત અગાઉ જ કરી નાખી છે. કેમરૂન અત્યારે અવતાર ટુ અને થ્રી પર એકસાથે કામ કરી રહ્યા છે. ૧૦૦ દિવસોનું પ્રોડકશન કામ પૂર્ણ થઇ ગયું છે. અવતાર ટુની સ્ટોરી ધ ગોડફાધર જેવી હશે. કિરદારો એ જ રહેશે પણ આ યોદ્ધાઓ હવે મોટા થઇ ગયા છે.

(5:46 pm IST)