ફિલ્મ જગત
News of Tuesday, 24th April 2018

રાજકુમારની આગામી ફિલ્મનું ટ્રેલર કંઈક હટકે છે

મુંબઈ:પોતાની એક્ટિંગથી ઓડિયન્સમાં દિલમાં ખાસ જગ્યા બનાવી લેનાર બોલિવુડ એક્ટર રાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ ઓમર્ટાનું નવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નવી રિલીઝ ડેટ સાથે રિલીઝ થયેલું આ ફિલ્મનું આ બીજું ટ્રેલર છે. આ ફિલ્મ પહેલા 20 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ તેની રિલીઝ ડેટ બદલીને 4 મે કરી દેવાઈ છે.

ઓમર્ટાનુ નવી ટ્રેલર લોકોને બહુ જ પસંદ આવી રહ્યું છે. આ ટ્રેલર ઈન્ટરનેટ પર બહુ જ હીટ થયું છે. આ ફિ્લ્મમાં રાજકુમાર રાવ આતંકવાદીની ભૂમિકામાં છે, નવા ટ્રેલરમાં રાજકુમાર વધુ ખૂંખાર લાગી રહ્યો છે. ટ્રેલરમાં રાજકુમાર રાવના ડાયલોગ્સ સાંભળ્યા બાદ તમને ઓમર્ટા જોવાની એક્સાઈટમેન્ટ વધુ થઈ આવશે.

(5:45 pm IST)