ફિલ્મ જગત
News of Tuesday, 24th April 2018

શાહરૂખ હશે એકશન-થ્રિલર ફિલ્મની રિમેકમાં

ગયા વર્ષે સાઉથમાં સુપરહિટ સાબિત થયેલી ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રિમેક બનવાની છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનની જોડી બનશે તેવી ચર્ચા હતી. એ પછી અક્ષય કુમાર અને સિધ્ધાર્થ મલ્હોત્રાની જોડીનું નામ સામે આવ્યું હતું. પરંતુ હવે એવુ નક્કી થયું છે કે સલમાન તો ઠીક પણ શાહરૂખ ખાન આ ફિલ્મનો ભાગ હશે. શાહરૂખની રેડ ચિલ્લીઝએ વિક્રમ વેધાના રાઇટ્સ ખરીદી લીધા છે. ફિલ્મનું નિર્માણ નિરજ પાંડે કરશે. શાહરૂખની ઇચ્છા છે કે આ ફિલ્મનું નિર્દેશક પણ નિરજ પોતે કરે. શાહરૂખે એક શર્ત એવી પણ રાખી છે કે પોતે આ ફિલ્મમાં વિજય વાળુ પાત્ર ભજવશે અને માધવન તેનું પોતાનું જ પાત્ર ભજવશે. શાહરૂખ ખાન અને નિરજ પાંડેની જોડી પહેલી વખત સાથે કામ કરશે. એકશન, ક્રાઇમ, થ્રિલર ફિલ્મ ધમાકેદાર હશે.

 

(9:53 am IST)