ફિલ્મ જગત
News of Wednesday, 24th March 2021

હું ૧૯-ર૦ વર્ષની હતી ત્યારે પ્રોડયુસર સાથે સુવાની ઓફર થઇ હતી-કાસ્ટીંગ કાઉચનો ભોગ બની હતીઃ અંકિતા લોખંડેનો ઘટસ્ફોટ

નવી દિલ્હી: ટીવીની દુનિયામાં નામના મેળવી ચૂકેલી અને હવે બોલીવુડમાં અભિનયનું તેજ પાથરનારી અભિનેત્રી અંકિતા લોખંડે હાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે છાશવારે પોતાના વીડિયો અને તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. અંકિતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ પણ રહી ચૂકી છે. હવે અંકિતાએ વર્ષો બાદ ઈન્ડસ્ટ્રીમાં થનારા કાસ્ટિંગ કાઉચને લઈને પોતાનો ડરામણો અનુભવ શેર કર્યો છે. 

હકીકતમાં અંકિતા લોખંડેએ હાલમાં જ બોલીવુડ બબલને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ ગ્લેમરસ ઈન્ડસ્ટ્રીના ડાર્ક ફેસનો ખુલાસો કર્યો છે. તેણે આ ઈન્ટરવ્યુમાં કહ્યું કે કરિયરના શરૂઆતના દિવસોમાં એક ફિલ્મ પ્રોડ્યુસરે તેને કાસ્ટિંગ  કાઉચ માટે મજબૂર કરી હતી પરંતુ તેને અભિનેત્રીએ જડબાતોડ જવાબ આપ્યો. 

અંકિતા લોખંડેએ આ ઈન્ટરવ્યુમાં પોતાની સ્ટ્રગલ વિશે વાત કરતા કાસ્ટિંગ કાઉચના અનુભવનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે મારી ઉંમર માત્ર 19-20 વર્ષ હતી ત્યારે તે વખતે એક્ટિંગ કરિયર માટે અનેક જગ્યાએ કોશિશ કરતી હતી. આ બધા વચ્ચે મને સાઉથ ફિલ્મો માટે બોલાવવામાં આવી. જ્યારે હું ગઈ તો એક વ્યક્તિએ મને રૂમમાં બોલાવી અને કહ્યું કે અમે તમને કઈકં પૂછવા માંગીએ છીએ. ત્યારબાદ તેણે કહ્યું કે તમારે સમાધાન કરવું પડશે. ત્યારબાદ મે હિંમત દેખાડી અને પૂછ્યું કે ઠીક છે જણાવો કે કયા પ્રકારનું મારે સમાધાન કરવું પડશે? શું મારે પાર્ટીઓમાં જવું પડશે કે ડિનર માટે?

આ સાથે જ અંકિતાએ જણાવ્યું કે તે એક મોટો અભિનેતા હતો. 'તે વ્યક્તિ એક મોટો એક્ટર હતો. તેણે ત્યારબાદ કહ્યું હતું કે તમારે પ્રોડ્યુસર સાથે સૂઈ જવું પડશે.' અંકિતાના જણાવ્યાં મુજબ આ વાત સાંભળતા જ તેણે તે વ્યક્તિનો ક્લાસ લગાવી દીધો હતો. અંકિતાએ જવાબ આપતા કહ્યું હતું કે 'કદાચ તમારા પ્રોડ્યુસરને સૂવા માટે છોકરી જોઈએ છે, કોઈ ટેલેન્ટેડ છોકરી નહીં.'

ઈન્ટરવ્યુમાં આ કિસ્સો સાંભળ્યા બાદ અંકિતાએ જણાવ્યું કે ત્યારબાદ હું ત્યારથી નીકળવા લાગી તો તેણે મને સોરી કહ્યું અને કહ્યું કે હું તમને મારી ફિલ્મમાં લેવાની કોશિશ કરીશ. પરંતુ મે ના પાડી દીધી અને કહ્યું કે જો તમે મને હવે તમારી  ફિલ્મમાં લેવા માંગશો તો પણ હું કરીશ નહીં. 

અત્રે જણાવવાનું કે અંકિતા લોખંડેની કરિયરની શરૂઆત ટીવી શો પવિત્ર રિશ્તાથી થઈ. ત્યારબાદ તે ઝલક દિખલા જા, કોમેડી સર્કસ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી. ત્યારબાદ હવે તે બોલીવુડમાં પર્દાપણ કરી ચૂકી છે. તેણે કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાથી બોલીવુડ ડેબ્યુ કર્યું. આ ફિલ્મમાં અંકિતા ઝલકારી બાઈ બની હતી. ત્યારબાદ અહેમદ ખાનની ફિલ્મ બાગી 3માં શ્રદ્ધા કપૂરની બહેનની ભૂમિકામાં જોવા મળી હતી. 

(4:46 pm IST)