ફિલ્મ જગત
News of Wednesday, 24th March 2021

સારા પાત્ર ન હોય તો બે વર્ષ ઘરમાં બેસવામાં વાંધો નથીઃ રીના કપૂર

રંજૂ કી બેટીયામાં માની ભુમિકા ભજવી ખુશ છે અભિનેત્રી

મુંબઇ તા. ૨૩: અભિનેત્રી રીના કપૂર ટીવી શોમાં સારા પાત્રો પસંદ કરવા માટે જાણીતી છે. તે કહે છે માતાના પાત્રથી તેને કોઇ વાંધો નથી. પાત્ર ખુબ સારી રીતે લખાયું હોય અને સારી રીતે દર્શાવાતું હોય તો માના પાત્રમાં પણ વાંધો હોતો નથી. મને બે વર્ષ સુધી ઘરમાં રહેવું પડે તો પણ વાંધો હોતો નથી. પરંતુ પાત્રની પસંદગી  હું મારી રીતે જ કરુ છું. હું એવા પાત્ર પસંદ  કરુ છું જેની સાથે દર્શકોને પણ પ્રેમ થઇ જાય છે. રીના હાલમાં દંગલ ટીવીના શો રંજૂ કી બેટીયામાં માનું પાત્ર ભજવી રહી છે.

આ પાત્ર ઓફર થયું ત્યારે કામ કરવું કે નહિ તે બાબતે કોઇ આશંકા હતી કે કેમ? તે અંગે રીના કહે છે કે માતાની ભુમિકા માટે હું તૈયાર હતી. કારણ કે આ પાત્ર ખુભ જ સારી રીતે લખાયું હતું. રીના કહે છે ઇન્ડસ્ટ્રીમાં ભુમિકાઓ માટે બે શ્રેણી ચલણમાં છે. જેમાં તમે ૧૮ થી ૧૯ની ઉમરમાં રોમાન્ટીક પાત્રો ભજવો છો અને એ પછી તમને માના રોલ મળે છે. હું પહેલી શ્રેણીમાં તો આવતી જ નથી. આ કારણે મા અથવા ભાભીના પાત્રો ભજવવા યોગ્ય સમજુ છું. હું સારુ કામ કરતી રહુ છું. ચરિત્રની ઉમર મારા માટે મહત્વની નથી.

(11:28 am IST)