ટીવી પરદે કામ કરવું એ પહેલો પ્રેમઃ રોહન મહેરા
ટીવી પરદે નવ વર્ષથી કામ કરી રહેલા અભિનેતા રોહન મહેરાએ વર્ષ ૨૦૧૨માં આવેલા ગુમરાહ શોથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી બડે અચ્છે લગતે હૈ, યે રિશ્તા કયા કહેલાતા હૈ, યે હૈ આશિકી, સસુરાલ સિમર કા, લાલ ઇશ્ક સહિતના શો કર્યા હતાં અને બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. ગયા વર્ષે તે વેબ સિરીઝ કલાસ ઓફ ૨૦૨૦માં જોવા મળ્યો હતો. હવે તે ફરીથી ક્રેશ નામની સિરીઝમાં આવી રહ્યો છે. રોહને કહ્યું હતું કે મારે ફકત એવા રોલ નથી કરવા જે શોભાના પુતળા જેવા હોય. હું ટીવી પરદે કામ કરવા તૈયાર જ છું પરંતુ તેમાં મહિલા અને પુરૂષ એમ બંને કલાકારોને અભિનય કરવાની સરખી તક મળે તે જરૂરી છે. ટીવી પરદે કામ કરવું એ મારો પહેલો પ્રેમ છે. પણ અહિ પસંદગી મુજબના રોલ મળતાં રહે તે પ્રાથમિકતા હશે. જે શો મને મળે તે યુવાઓને પ્રભાવિત કરતો હોવો જોઇએ.