સોમ કપૂર અને આનંદ આહૂજા જીનિવામાં મે મહિનામાં લગ્નના બંધને બંધાશે
મુંબઇઃ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર મે મહિનામાં આનંદ આહુજા સાથે લગ્ન કરી લેશે. જીનિવામાં તા.૧૧ અને ૧૨ મેના રોજ તેનો લગ્ન સમારંભ યોજાનાર છે.
સોનમ કપૂરની વેડિંગ પ્લાન કરનારી ટીમના એક સૂત્રએ જણાવ્યું કે લગ્ન માટે ડેટ અને વેન્યુ ફિક્સ કરી લેવામાં આવ્યું છે. હવે આખા પરિવાર અને સંબંધીઓની ફ્લાઈટ બુક કરવામાં આવી રહી છે. સોનમના પિતા અનિલ કપૂર પર્સનલી ફોન કરીને લોકોને ઈનવાઈટ કરી રહ્યા છે.
લગ્નમાં પહેલા સંગીત અને મહેંદી ફંક્શન થશે, પછી હિન્દુ રિવાજ અનુસાર લગ્ન કરવામાં આવશે. સોનમે લગ્ન માટે વેન્યુ પસંદ કરવામાં લગભગ 3 મહિનાથી વધારે સમય લગાવ્યો.
આ પહેલા જયપુર અને ઉદયપુરમાં લગ્નનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ ફાઈનલી જિનીવામાં લગ્ન કરવાનું ફાઈનલ કરવામાં આવ્યું. લગ્ન પહેલા સગાઈ પણ કરવામાં આવશે, જો કે તે ક્યાં થશે તેની જાણ નથી થઈ.
ઉલ્લેખનીય છે કે સોનમલ એક સ્વિસ વૉચની બ્રાન્ડ એમ્બેસેડર છે અને જાન્યુઆરીમાં તે જિનીવા ગઈ હતી. ત્યારે જ સોનમે અને તેની બહેન રિહાએ મળીને જિનીવામાં લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. પાછલા એક વર્ષમાં સોનમ પોતાના કામને કારણે ઘણી વાર સ્વિત્ઝરલેન્ડ ગઈ હતી.
સોનમે ભલે પોતાની રિલેશનશિપ વિષે ક્યારેય ખુલીને કંઈ ન કહ્યું હોય પણ અનેક ઈવેન્ટમાં આનંદ અને સોનમ સાથે જોવા મળતા હતા. ગયા વર્ષે સોનમને નીરજા ફિલ્મ માટે નેશનલ અવોર્ડ મળ્યો ત્યારે પણ અનિલ કપૂર અને સુનીતા કપૂરની સાથે આનંદ પણ હાજર હતો.