ફિલ્મ જગત
News of Wednesday, 24th February 2021

કેટરીના કૈફની બહેન ઇસાબેલની ફિલ્મ 'ટાઇમ ટુ ડાન્સ' 12 માર્ચે થશે રિલીઝ

મુંબઈ:  સૂરજ પંચોલી અને ઇસાબેલ કૈફ અભિનીત ફિલ્મ 'ટાઇમ ટૂ ડાન્સ' 12 માર્ચે ડિજિટલ રિલીઝ થવાની છે. ઇસાબેલ સાથે ફિલ્મનું પોસ્ટર શેર કરતાં સૂરજે આની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. તેણે લખ્યું, "12 માર્ચ, ટાઇમ ટૂ ડાન્સ." બોલિવૂડ સ્ટાર કેટરિના કૈફની બહેન ઇસાબલે પણ ઇંસ્ટાગ્રામ પર પહેલો લુક શેર કર્યો હતો અને આવું જ કેપ્શન લખ્યું હતું. ડાન્સ આધારિત ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

(6:39 pm IST)