ફિલ્મ જગત
News of Wednesday, 24th February 2021

સંજય લીલા ભણસાલીના જન્મદિવસ પર રિલીઝ થયેલી 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું નવું પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: બોલીવુડના જાણીતા નિર્દેશક સંજય લીલા ભણસાલીનો આજે જન્મદિવસ છે અને આ પ્રસંગે તેમણે ચાહકોને એક ખાસ ભેટ આપી છે. આ વિશેષ પ્રસંગે તેમણે તેમની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' નું નવું પોસ્ટર બહાર પાડીને ફિલ્મની રજૂઆતની તારીખ પણ જાહેર કરી છે. ફિલ્મની હિરોઇન આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ફિલ્મના પોસ્ટર શેર કરીને આ માહિતી આપી હતી. આલિયા ભટ્ટે ચાહકો સાથે ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં લખ્યું હતું કે, "30 જુલાઈ, 2021 થી થિયેટરોમાં ગંગુબાઈ કાઠિયાવાડી!"

(6:36 pm IST)