ફિલ્મ જગત
News of Wednesday, 24th February 2021

હિન્દી ઉપરાંત બીજી ત્રણ ભાષામાં રિલીઝ થશે અજયની ફિલ્મ

અજય દેવગણ પણ પોતાની અગાઉ કોરોનાને કારણે અટકેલી ફિલ્મોનું કામ ધડાધડ પુરૂ કરી રહ્યો છે. હવે તેણે મૈદાન ફિલ્મનું શુટીંગ શરૂ કરી દીધું છે. આ શુટીંગ સતત એપ્રિલ સુધી કરવામાં આવશે. ફિલ્મમાં પ્રિયમણી, ગજરાજ રાવ અને રૂદ્રનીલ ઘોષ પણ મહત્વની ભુમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મને હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. અજય દેવગણ આ ફિલ્મમાં ભારતીય ફૂટબોલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમનો રોલ નિભાવી રહ્યો છે. સૈયદ અબ્દુલ રહીમે ભારતીીય નેશનલ હોકી ટીમને ૧૯૫૦ થી ૧૯૬૩ સુધી તાલિમ આપી હતી.

તેમણે ફૂટબોલની આખી તસવીર બદલી નાંખી હતી. અમિત રવિન્દરનાથ નિર્દેશીત આ ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયોઝ, બોની કપૂર, આકાશ ચાલવા અને અરૂણ જોય સેનગુપ્તાએ કર્યુ છે. શુટીંગ પવઇ ખાતે શરૂ થયું છે. જે અપ્રિલ મહિનાના અંત સુધી ચાલશે. પંદરમી ઓકટોબરે દશેરાના તહેવાર પર ફિલ્મ રિલીઝ થશે.

(10:14 am IST)