આફતાબને મળી બીજી વેબ સિરીઝ
આફતાબ શિવદાસાની ઝી ફાઇવના શો પોઇઝન-૨માં જોવા મળ્યો હતો. હવે વધુ એક સિરીઝ તેને મળી છે. નિરજ પાંડે 'સ્પેશિયલ ઓપરેશન ૧.૫: ધ હિમ્મત સ્ટોરી' બનાવી રહ્યા છે. આ માટે તેણે આફતાબને સાઇન કરી લીધો છે. સ્પેયિશલ ઓપ્સ પછીની સ્પેશિયલ ઓપ્સ યુનિવર્સ આગળનો ભાગ છે. ગયા વર્ષે દર્શકોએ પહેલો ભાગ ખુબ પસંદ કર્યો હતો. આફતાબે પણ પહેલો ભાગ જોયો હતો અને તેનો તે ઉત્સાહી પ્રશંસક હતો. હવે તેને બીજા ભાગમાં રોલ મળી જતાં તે વધુ ખુશ છે. તેણે કહ્યું હતું કે નિરજ પાંડેએ મને પસંદ કરતાં હું અત્યંત રોમાંચીત થયો છું.
નિરજે પણ કહ્યું હતું કે આફતાબની આ શોમાં એન્ટ્રીથી અમે ખુશ છીએ. સ્પેશિયલ ઓપ્સ ૧.૫ કલાકારોની ટૂકડીની એક રોમાંચક એડિશન છે. અમે આ બધા સાથે કામ કરવા તત્પર છીએ. આ વખતે સિરીઝમાં હિમ્મતસિંહ (કેકે મેનન)ની પાછલી જિંદગીની કહાની જોવા મળશે. સૈયામી ખેર, શરદ કેલકર, કરણ ટક્કર, મુઝમ્મિલ ઇબ્રાહીમ, સના ખાન, મેહર વિજ, દિવ્યા દત્તા, વિનય પાઠક, વિપુલ ગુપ્તા સહિતના કલાકારો પણ છે.