ફિલ્મ જગત
News of Friday, 24th January 2020

થ્રિલર-ડ્રામા ફિલ્મ હેકડ આવી રહી છે સાતમી ફેબ્રુઆરીએ

વિક્રમ ભટ્ટ હોરર ફિલ્મો અને શો બનાવવા માટે જાણીતા છે. તે અગાઉ પણ કહી ચુકયા છે કે હોરર એ તેમનો પસંદગીનો વિષય છે. આ વખતે થ્રિલર-ડ્રામાનું મિશ્રણ કરી 'હેકડ' નામની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં હીના ખાન સાથે રોહન શાહ અને મોહિત મલ્હોત્રા છે. ઝી સ્ટુડિયોઝ દ્વારા રજૂ કરવામાં આવી રહેલી આ ફિલ્મ સાતમી ફેબ્રુઆરીએ આવી રહી છે. સોશિયલ મિડીયા અને ડિઝીટલ વર્લ્ડમાં અંધારી આલમ શું કરે છે? તેની વાત પર આ ફિલ્મમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે મેં અનેક  હોરર અને પેરાનોર્મલ ફિલ્મો બનાવી છે. પણ આ વખતે એવો વિષય છે જે ખરી રીતે ડરામણો છે. રોજબરોજના જીવનની વાસ્તવિકતા આ ફિલ્મમાં છે. સોશિયલ મિડીયાના આ સમયમાં કોઇપણ વ્યકિત ગમે ત્યારે હેક થઇ શકે છે, પણ લોકો આનાથી અજાણ છે. થોડી અમથી મિનીટોમાં એક હેકર આપણી જિંદગી બગાડી શકે છે. વર્તમાન સમય સોૈને જાગૃત રહેવાનો છે, આપણી પ્રાઇવસી હવે જોખમી બની ગઇ છે. ટેકનોલોજીના હોરર પર હેકડ ફિલ્મ આધારીત છે. ૧૯ વર્ષના એવા છોકરાની વાત છે જે હેકર છે અને છોકરીઓને હેક કરી બ્લેકમેઇલ કરે છે.

(9:58 am IST)