મારી ફિલ્મ સાથે છાત્રો- યુવાઓ પોતાને જોડી શકશેઃ ઇમરાન
ઇમરાન હાસમી બોલીવૂડનો સિરિયલ કિસર ગણાય છે. છેલ્લે તે અજય દેવગણ સાથે બાદશાહોમાં દેખાયો હતો. ઇશા ગુપ્તા અને ઇલિયાના પણ તેમાં હતી. હવે ઇમરાન સામાજીક મુદ્દા પર આધારીત ફિલ્મ કરી રહ્યો છે. ઇમરાનની આ ફિલ્મનું નામ 'ચીટ ઇન્ડિયા' છે. આ ફિલ્મ ભારતના શિક્ષણ જગતની સિસ્ટમ આસપાસ સર્જાતા અપરાધો પર આધારીત છે. નિર્દેશક સોૈમિક સેન અગાઉ મહિલાઓની સ્થિતિ પર આધારીત ફિલ્મ ગુલાબ ગેંગનું નિર્દેશન પણ કરી ચુકયા છે. ઇમરાને વિશ્વાસ વ્યકત કર્યો છે કે મારી આ ફિલ્મ સાથે છાત્રો અને યુવાઓ પોતાને જોડી શકશે. એક અભિનેતા હમેંશા એવો રોલ કરવા ઇચ્છતો હોય છે જે તેની અંદરની ક્ષમતાને રજૂ કરી શકે. મારા માટે આ રોલ ખુબ જ સારો છે. ગયા વર્ષે ઇરફાન ખાનની હિન્દી મિડીયમ આવી હતી તે પણ શિક્ષણ જગત પર આધારીત હતી.