ફિલ્મ જગત
News of Monday, 23rd November 2020

પર્લ સાથે પિતાની ભુમિકાથી અત્યંત ખુશ છે આશિષ

ટીવી શો બ્રહ્મરાક્ષસની બીજી સિઝનમાં આશિષ કોૈલ અને પર્લ વી પુરીની પરદા પરની પિતા-પુત્રની જોડી જોવા મળશે. બાલાજી ટેલિફિલ્મના આ શોમાં અભિનેત્રી નિક્કી શર્મા અને પર્લ વી પુરી મુખ્ય રોલમાં છે. આશિષ એક વર્ષ પછી ફરી વખત પર્લના પિતાનો રોલ નિભાવશે. અગાઉ પણ આ બંનેની જોડી હિટ રહી હતી. એક વર્ષ પહેલા બંનેએ સાથે કામ કર્યુ હતું ત્યારે જ બંને વચ્ચે ખુબ સારા રિલેશન બંધાઇ ગયા હતાં. શુટીંગ પત્યા પછી સેટની બહાર ડિનર પર હોય કે બીજે કયાંય પર્લ અને આશિષ વચ્ચે અસલી બાપ-બેટા જેવુ જ વર્તન જોવા મળે છે. બંને એક બીજાનું ખુબ સન્માન કરે છે. આશિષે કહ્યું હતું કે પર્લ સાથે આ રિલેશન ખુબ જુના છે. પરદા પર પિતા-પુત્રની ભુમિકા નિભાવવી અમારા બંને માટે ખુબ ખુશનુમા રહી છે. હું પર્લને મારા દિકરા જેવો જ સમજુ છું. બ્રહ્મરાક્ષસ-૨ શો ૨૨મીથી ઝી પર રાતે નવ કલાકે શરૂ થઇ રહ્યો છે.

(10:00 am IST)