ફિલ્મ જગત
News of Monday, 23rd November 2020

શોભિતાએ પુરુ કર્યુ મેજરનું શુટીંગ

અભિનેત્રી શોભિતા ધુલીપાલાએ પોતાની ફિલ્મનું શુટીંગ પુરૂ કરી લીધુ છે. ઇંસ્ટાગ્રામ પર તેણે આગામી ફિલ્મ મેજર વિશે વાત કરી હતી. સાથે લાંબી અને ભાવુક નોંધ લખી છે. તેણે નિર્માતા, નિર્દેશક અને સાથી કલાકારોનો દિલથી આભાર વ્યકત કર્યો છે. આ ફિલ્મ મેજર સંદિપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારીત છે. જેઓ ૨૬/૧૧ના મુંબઇના આતંકવાદી હુમલામાં શહિદ થયા હતાં. ફિલ્મનું નિર્દેશન શશી કિરણે કર્યુ છે. જ્યારે નિર્માણ સાઉથના સુપરસ્ટાર મહેશબાબુએ કર્યુ છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ એમ બે ભાષામાં બની છે. શોભિતાને ખુબ મહત્વની ભુમિકા મળી છે. તેણે કહ્યું હતું કે મેજરમાં કામ કરવું અત્યંત યાદગાર રહ્યું છે. આંધ્રપ્રદેશના તેનાલીમાં જન્મેલી શોભિતા ફેમિના મિસ ઇન્ડિયાથી પણ જાણીતી છે.  તેણે ૨૦૧૬માં રામન રાઘવ ૨.૦, શેફ, કાલાકાંડી, ધ બોડી, ઘોસ્ટ સ્ટોરિઝ સહિતની હિન્દી ફિલ્મો અને છ જેટલી તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મો કરી છે.

(10:00 am IST)