ફિલ્મ જગત
News of Wednesday, 23rd October 2019

બાળકોના યૌન શોષણ વિરોધમાં જાગરૂકતા અભિયાનમાં જોડાશે આયુષ્માન

મુંબઈ: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરના ઘણીવાર સોશિયલ ઇશ્યુઝ પર ફિલ્મ્સ બનાવે છે. તેની તાજેતરની ફિલ્મ ડ્રીમ ગર્લ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ રહી હતી અને હવે તેની આગામી ફિલ્મ બાલા 7 નવેમ્બરના રોજ રીલિઝ થવાની છે.તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે આયુષ્માન યુનિસેફમાં જોડાયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પોકસો અધિનિયમ હેઠળ બાળકોને કાનૂની સહાયતા અને સુરક્ષા માટે જાગૃત કરવા માંગે છે. અંગે આયુષ્માન કહે છે કે આપણે આવા ગુનાઓ માટે વધુ જાગૃત રહેવાની જરૂર છે. આવા ગુનાઓ સામે તુરંત અવાજ ઉઠાવવો જોઇએ અને અધિકારીઓને તે અંગે જાગૃત થવું જોઈએ.મુદ્દામાં સામેલ થવા પર આયુષ્માને કહ્યું, 'સામાજિક જવાબદાર નાગરિક તરીકે હું હંમેશાં એવા મુદ્દાઓ ઉઠાવવાનું પસંદ કરીશ જે સમાજ માટે જરૂરી છે અને જેના પર તરત કંઈક કરવાની જરૂર છે. બાળકોને જાતીય હિંસાથી બચાવવા પોક્સો સારો પ્રયાસ છે. બાળકો સામે હિંસા સૌથી ઘૃણાસ્પદ છે. હું આનાથી બાળકોને બચાવવા માટેના પગલા ભરવા બદલ સરકાર અને યુનિસેફની પ્રશંસા કરું છું. '

(4:56 pm IST)