રજ્જોનો દબંગ અંદાજ
સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ આગામી વીસમી ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મની અકે પછી એક અનેક પોસ્ટર રિલીઝ થયા છે, જેણે ખુબ આકર્ષણ જન્માવ્યું છે. તાજેતરમાં સલમાન ખાને દબંગ-૩નું નવું પોસ્ટર રિલીઝ કર્યુ હતું. જેમાં રજ્જો એટલે કે સોનાક્ષી સિન્હા દબંગ સ્ટાઇલમાં બૂલેટ પર બેઠેલી જોવા મળી છે. તેણે સાડી ઉપર શર્ટ પહેર્યો છે અને કાળા ચશ્મા પણ પહેરેલા છે. સોનાક્ષીએ કડવા ચોથ ઉપર પણ ફિલ્મનો ફર્સ્ટ લૂક રજૂ કર્યો હતો. જેમાં તે કડવા ચોથી ઉજવણી કરતી જોવા મળી હતી. આ તસ્વીરને પોસ્ટ કરીને સલમાન ખાને લખ્યું હતું કે હિન્દુસ્તાનની સભ્યતાની ચક્કીમાંથી બનેલી અમારી સુપર સેકસી રજ્જો. પ્રભુદેવા નિર્દેશીત આ ફિલ્મમાં એકશનનો ટ્રીપલ ડોઝ હશે. હવે પછી સલમાન અને પ્રભુદેવા રાધે ફિલ્મનું કામ શરૂ કરે છે. ૨૦૦૯માં આવેલી વોન્ટેડની સિકવલનું નામ રાધે રખાયું છે. વોન્ટેડ પણ પ્રભુદેવાએ નિર્દેશીત કરી હતી.