ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

આયુષ્માન સ્ટારર ફિલ્મ 'બધાઈ હો'ની બોક્સઓફિસ પર ધૂમ : પાંચ દિવસમાં 50 કરોડની કરી કમાણી

મુંબઈ :આયુસષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ બધાઈ હો બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. ફિલ્મને રિલીઝ થયાના 5 દિવસમાં 50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. કમાણીનો આંકડો જોતા ફિલ્મ 100 કરોડ રૂપિયાનો આંકડો જલ્દી પાર કરે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા 5 ઓક્ટોબરે રિલીઝ થયેલી આયુષ્માન ખુરાની ફિલ્મ અંધાધુંધ પર હિટ સાબિત થઈ હતી

(7:18 pm IST)