ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

'હાઉસફુલ-4'માં નાના પાટેકરની જગ્યા લેશે ફિલ્મ બાહુબલી ફેમ ભલ્લાલદેવ

મુંબઈ: ફિલ્મ હાઉસફુલ 4થી સાજીદ ખાન અને નાના પાટેકરને બહાર કરવામાં આવ્યા છે અને તેમના રિપ્લેસમેન્ટ પણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સાજીદની જગ્યા પર નવા નિર્દેશક ફરહાદ સામજી આવ્યા છે જયારે હવે નાના પાટેકરની જગ્યા પર બાહુબલી ફિલ્મના ભલ્લાલદેવ ઉર્ફ રાણા દગ્ગુબતીને લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. હાઉસફુલ4ની શૂટિંગ મી ટુ અભિયાનના લીધે રોકી દેવામાં આવી હતી. ફિલ્મ સાથે જોડાયેલ બે વ્યક્તિઓને બહાર કરીને ફરીથી શૂટિંગ શરૂ કરવાની વાતો ચર્ચાઈ રહી છે.

(4:28 pm IST)