ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

રંગીલા રાજામાં ગોવિંદાના ૪ રૂપ

બોલીવૂડમાં એક સમયે એક એકથી ચઢીયાતી સુપરહિટ ફિલ્મો આપી ચુકેલો ગોવિંદા કમબેક કરવા પ્રયાસ કરી રહ્યો છે. તેના આવા જ પ્રયાસ રૂપે ફિલ્મ ફ્રાયડે રિલીઝ થઇ હતી. પણ ફિલ્મ કયારે આવી ને જતી રહી તેની પણ અમુકને ખબર નથી પડી. ત્યારે હવે તેની વધુ એક ફિલ્મ 'રંગીલા રાજા' રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તે ચાર ચાર ભૂમિકામાં જોવા મળવાનો છે.

જેમાં વિજય માલ્યા અને બાબા રામદેવથી પ્રેરિત પાત્રો પણ સામેલ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે જે જોતાં અમુક દ્રશ્યો હસવા માટે મજબુર કરી દે તેવા હોવાનો દાવો કરવામાં આવે છે. નિર્દેશક પહેલાઝ નિહલાનીની આ ફિલ્મમાં ગોવિંદા ડબલ રોલમાં છે. આ બંને ગોવિંદા કુલ ચાર પાત્રો ભજવતા જોવા મળશે. ગોવિંદા અને પહેલાનીએ ઇલ્ઝામ, શોલા ઓૈર શબનમ, આંખે જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

(11:04 am IST)