આ ફિલ્મ લોકોને ગમશેઃ સની દેઓલ
બોલીવૂડમાં રોમાન્ટીક જોનરની ફિલ્મ બેતાબથી શરૂઆત કરનાર બોબી દેઓલે પછી દસકાઓ સુધી બોલીવૂડમાં એક્શન હીરો તરીકે પોતાનું વર્ચસ્વ સ્થાપી રાખ્યું હતું. તેણે અનેક સુપરડુપર હિટ ફિલ્મો આપી છે. જેમાંની એક ગદ્દર પણ છે. હવે સની દેઓલને તેની આગામી ફિલ્મ ‘ગદર-૨'માં ચાહકો જોઇ શકશે. સની દેઓલને આ ફિલ્મની સફળતા પર પુરો વિશ્વાસ છે. આ ફિલ્મ ૨૦૦૧માં આવેલી ગદરની સીક્વલ છે. આ ફિલ્મ લોકોને ખુબ ગમી હતી. અનિલ શર્માએ આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી અને એની સીક્વલ પણ તેમણે જ ડિરેક્ટ કરી છે. સીક્વલ બનાવવા વિશે સની દેઓલે કહ્યું કે જો સ્ટોરી સારી હોય તો બીજો ભાગ બનાવવો જોઈએ. માત્ર બનાવવા ખાતર નહિ. આ ફિલ્મ લોકોને ગમશે એનો મને વિશ્વાસ છે. હું જે લોકોને મળ્યો છું તેઓ કંઈક હટકે જોવા માગતા હતા. તેમને ‘ગદર-૨'માં જોવા મળશે. અમે ઓક્ટોબરમાં ફરીથી શુટિંગ શરૂ કરવાના છીએ અને એ ડિસેમ્બરમાં પુરું કરીશું. ૨૦૨૩માં અમારી આ ફિલ્મ રિલીઝ થઇ જશે.