ફિલ્મ જગત
News of Monday, 23rd September 2019

મુન્ના ભાઈ અને સર્કિટનો જાદુ ફરીથી જોવા મળશે: 'લગે રહો મુન્નાભાઈ'ની સ્ટાર કાસ્ટ થશે રીયુનિયન

મુંબઈ: લગે રહો મુન્ના ભાઈની સ્ટાર કાસ્ટ સંજય દત્ત,વિદ્યા બાલન,અને અરશદ વારસી આ વખતે ગાંધી જયંતી પર એક નવા યુટ્યુબ ઓરીજનલ માટે એક સાથે જોવા મળશે સુપરહિટ ફિલ્મ લગે રહો મુન્ના ભાઈ આ વર્ષે ગાંધી જયંતીના અવસર પર નવા યુટ્યુબ ઓરીજનલ માટે ફિલ્મની સંપૂર્ણ સ્ટાર કાસ્ટ સાથે પોતાની  યાદને તાઝા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

       આ ખાસ અવસર પર મુન્ના ભાઈ અને સર્કિટ સાથે બોમન ઈરાની અને દિલીપ પ્રભાકર  પણ યુટ્યુબ ઓરિજનલમાં જોવા મળશે। અભિનેતાઓએ હાલમાં જ એક વિડીયોનું શૂટિંગ પણ કર્યું છે. જેમાં ફિલ્મ લગે રહો મુન્ના ભાઇમાં ગાંધીગીરીના ઉત્પત્તિ પર ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે.

(6:24 pm IST)