ફિલ્મ જગત
News of Monday, 23rd September 2019

હું અને સલમાન ખાન છેલ્લા ૧૬ વર્ષથી સારા મિત્રો છીએ, તેનાથી વધારે કશું જ નહીંઃ કેટરિના કૈફ

મુંબઈ: સલમાન ખાન, અને કેટરિના કૈફ છાશવારે પોતાના સંબંધને લઈને મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. મીડિયામાં એવા અહેવાલ જોવા મળતા હોય છે કે આ બંને વચ્ચે માત્ર સારી મિત્રતા જ નહીં પરંતુ તેનાથી પણ કઈંક વધુ છે. આમ તો જ્યારે સલમાન ખાન અને કેટરિના કૈફને તેમની વચ્ચેના સંબંધ વિશે પૂછવામાં આવ્યું તો ત્યારે ક્યારેય તેમણે સ્પષ્ટ રીતે કોઈ વાતનો સ્વીકાર કર્યો જ નથી. પરંતુ હવે કેટરિના કૈફૈ આ અંગે મોટો ખુલાસો કર્યો છે.

અત્રે જણાવવાનું કે સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી પહેલીવાર મેંને પ્યાર ક્યું કિયામાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ મીડિયામાં તેમના અફેરની ચર્ચા જોરશોરથી થઈ રહી હતી. ફિલ્મ યુવરાજ રિલીઝ થતા તો બંને વચ્ચે અંતર વધ્યું. કેટરિના કૈફે સલમાન ખાન સાથે સંબંધ તોડીને રણબીર કપૂર સાથે જોડ્યો. પરંતુ રણબીર સાથે તેનો સંબંધ વધુ ટક્યો નહીં.

સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી છેલ્લે ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. દર્શકોને પણ આ ફિલ્મ ખુબ ગમી હતી અને તેમની જોડીને ખોબલે ખોબલે વધાવી હતી. હાલ કેટરિના તેની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશીના શુટિંગમાં વ્યસ્ત છે. કેટરિના કૈફે જણાવ્યું કે 'હું અને સલમાન સારા મિત્રો છીએ, તેનાથી વધારે કશું જ નહીં. છેલ્લા 16 વર્ષથી હું અને સલમાન મિત્ર છીએ. તે એક સારો માણસ છે અને આ સાથે જ મારો સારો મિત્ર પણ. તે હંમેશા મારી પડખે રહ્યો. જે સમયે મને તેની જરૂરી હતી ત્યારે પણ તે મારી સાથે ઊંભો રહ્યો. તે હંમેશા મારા સંપર્કમાં ભલે ન રહે પરંતુ જ્યારે પણ મે તેની પાસે મદદ માગી ત્યારે તે મદદ કરે છે.'

(4:43 pm IST)