ફિલ્મ જગત
News of Monday, 23rd September 2019

હવે લોકો મારી સાથે કામ કરવા નથી ઇચ્છતાઃ શિલ્પા

ટીવી અભિનેત્રી શિલ્પા શિંદે વધુ એક વખત ચર્ચામાં આવી છે. બિગ બોસ-૧૧ જીત્યા પછી શિલ્પા કોઇ મોટા શોમાં જોવા મળી નથી. સતત એવી ચર્ચાઓ થતી હતી કે શિલ્પા કોઇ મોટા ટીવી શો કે વેબ સિરીઝમાં જોવા મળશે. પરંતુ એવું થયું નહોતું. તે વચ્ચે સુનિલ ગ્રોવર સાથેના એક શો ધન ધના ધનમાં જોવા મળી હતી. બિગ બોસ-૧૨ વખતે તે દિપીકા કક્કડ વિરૂધ્ધ ટ્વિટ કરીને ચર્ચામાં આવી હતી. એ પછી શિલ્પાએ સિંટા વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આ કારણોસર જ શિલ્પાને એક પણ ટીવી શો મળી રહ્યા નહિ હોવાનું કહેવાય છે. જો કે શિલ્પાએ કહ્યું હતું કે મને સારી ઓફર મળી રહી નથી. હું લાંબા સમય સુધી ટીવી દુનિયામાં રહી છું. એ દરમિયાન મને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો છે. પણ હવે બધુ અચાનક બદલાઇ ગયું છે. મેં છેલ્લે જે શો છોડ્યો એ પછી અનેક ઓફર આવી હતી. પરંતુ તે કામ સારુ નહોતું. હવે મને લાગે છે કે મારી સાથે કોઇ કામ કરવા તૈયાર નથી. શિલ્પાને વેબ સિરીઝની ઓફર પણ મળી રહી છે. પરંતુંહું બોલ્ડ સિન કરી શકું તેમ નથી.

(10:01 am IST)