ફિલ્મ જગત
News of Monday, 23rd September 2019

જૈકલીનને જેકપોટઃ વધુ એક મોટી ફિલ્મ

શ્રીલંકન સુંદરી જૈકલીનને વધુ એક મોટી ફિલ્મ મળી છે. સલમાન ખાનને લઇને નિર્માતા નિર્દેશક સાજીદ નડિયાદવાલા કિક-૨ બનાવવા તૈયાર છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ફાઇનલ થઇ ગઇ છે અને આવતા વર્ષે ફિલ્મનું શુટીંગ પણ શરૂ થઇ જશે. સલમાન ખાન ફરી એકવાર ડેવિલ (દેવીલાલ સિંહ)ના રોલમાં જોવા મળશે. તે અગાઉના જ ડેવિલના પાત્રની કહાનીને આગળ લઇ જશે. સાજીદ પોતે આ વખતે નિર્દેશન નહિ કરે, આ કામ બીજા કોઇને સોંપવામાં આવશે. સાજીદ અને સલમાન વચ્ચે ખુબ સારી દોસ્તી છે. બંનેએ સાથે મળી જીત, જૂડવા, હર દિલ જો પ્યાર કરેગા, જાનેમન, કિક જેવી પાંચ ફિલ્મો કરી છે. હવે કિક-૨ છઠ્ઠી ફિલ્મ છે. જૈકલીન ફર્નાન્ડીઝને ફરી જેકપોટ લાગ્યો છે. કિક-૨માં પણ તેને મુખ્ય હિરોઇનનો રોલ અપાયો છે. આ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થશે. પહેલા એવી ચર્ચા હતી કે ઇંશાઅલ્લાહનું કામ બંધ થયા પછી કિક-૨ ૨૦૨૦માં આવશે. પણ સાજીદ નડિયાદવાલાએ કહ્યું હતું કે ફિલ્મ ૨૦૨૧ના વર્ષમાં જ રિલીઝ થશે.

(10:00 am IST)