News of Tuesday, 23rd July 2019
'સાહો'નું નવું પોસ્ટર આવ્યું સામે: એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળ્યા શ્રદ્ધા-પ્રભાસ
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ સાહોનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયું છે. આ એક રોમાન્ટિક પોસ્ટર છે જેમાં શ્રધા અને પ્રભાસ એક બીજાને આંખોમાં ખોવાયેલા જોવા મળી રહ્યાં છે. તરણ આદર્શે ફિલ્મના પોસ્ટરને પોતાના ટિવટર એકાઉન્ટ પર હતું આ ફિલ્મ પહેલા 15 ઓગ્સ્ટન રિલીઝ થવાની હતી પણ તે દિવસે અક્ષય અને જોનની ફિલ્મો રિલીઝ થવાની હોવાથી આ ફિલ્મ હવે 30 ઓગસ્ટના રિલીઝ થશે.
(6:39 pm IST)