ફિલ્મ જગત
News of Tuesday, 23rd July 2019

જન્મદિવસ વિશેસ: સૂરોના બાદશાહ હિમેશ રેશમિયાએ આ અભિનેત્રી માટે 22 વર્ષની લગ્નગ્રંથી તોડી

મુંબઈ: બૉલીવુડ ફિલ્મોમાં પોતાના સુંદર સંગીત,આવાજ અને કલાકારીથી લોકોને દીવાના બનાવનાર હિમેશ રેશમિયાનો આજે 46મોં જન્મ દિવસ છે. હિમેશે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. હિમેશ એક સમયે દેશના સૌથી લોકપ્રિય ગાયકોમાંથી એક હતો. તેનો જન્મ 23 જુલાઈ 1973માં ગુજરાતમાં થયો  હતો. તેના પિતાનું નામ વિપિન રેશમિયા છે જયારે માતાનું નામ મધુ રેશમિયા છે. તેના પિતાની ઈચ્છા હતી કે હિમેશ સંગીતમાં પોતાનું કેરિયર બનાવે. હિમેશે માત્ર16 વર્ષની ઉંમરમાં અમદાવાદ દૂરદર્શનથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જી ટીવી પર ઘણા શો જેવાકે અંદાજ, અમ્ર પ્રેમ , દમ દમા દમ, અને આશિકી આવતા હતા જેમાં તેને સંગીત આપ્યું હતું। સમયે તેની મુલાકાત સલમાન ખાન સાથે હતી અને  તેની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યમ હિંસિહને પહેલો બ્રેક આપ્યો હતો.જો કે ફિલ્મનું ટાઇટલ ટ્રેક અને 'તુમ પર હમ અટકે યારાં' હિમેશે બનાવ્યું હતુ અને અન્ય ગીત સાજીદ વાજિદ અને જતીન લલિતે બનાવ્યા હતા. સલમાન ખાને તેની અન્ય ફિલ્મ તેરે નામના તમામ ગીતમાં હિમેશને સંગીત આપવાનો તક આપ્યો અને ત્યાર પછી હિમેશની કિસ્મત ચમકી ગઈ.  હિમેશ ટીવીની ફેમસ અભિનેત્રી સોનિયા કપૂરના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેને 22 વર્ષની લગ્નગ્રંથીને તોડીને સોનિયા કપૂર સાથે ગુજરાતી રીતિ રિવાજ પ્રમાણે 11 મેં 2018ના રોજ લગ્ન કરી લીધા હતા. જો કે તેનું કહેવું એવું હતું કે તેને પત્ની સાથે આપસી સહમતીથી તલાક આપ્યા પછી પરિવારની મંજુરીથી સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા હતા.

(6:38 pm IST)