ફિલ્મ જગત
News of Monday, 23rd July 2018

જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડક રિલીઝ થયાના ત્રણ દિ''માં 33 કરોડની કમાણી

 

મુંબઈ :જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડક રિલીઝ થયાના ત્રણ દિવસમાં કુલ 33.67 કરોડ રૂ.ની કમાણી કરી છે. ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે 8.71 કરોડ, બીજા દિવસે 11.04 કરોડ અને ત્રીજા દિવસે 13.92 કરોડ રૂ.ની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે દિગ્ગજ એભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરની પહેલી ફિલ્મ છે. ત્યારે જાહ્નવી ફિલ્મને લઈ ભારે ઉત્સાહિત છે.

(1:04 am IST)