શાહીદે ખરીદ્યો ૫૬ કરોડનો ફલેટ
મુંબઇ તા. ૨૩ : બોલિવૂડ એકટર શાહિદ કપૂરે મુંબઈમાં લગભગ ૫૬ કરોડ રૂપિયાની કિંમતમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. અપસ્કેલ વર્લીમાં સ્થિત તેના આ ડુપ્લેક્ષ એપાર્ટમેન્ટની કિંમત લગભગ ૫૫ કરોડ ૬૦ લાખ રૂપિયા છે. આ માટે શાહિદે સરકારને ૨ કરોડ ૯૧ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. તેનો આ એપાર્ટમેન્ટ ૪૨ અને ૪૩માં માળ પર સ્થિત છે.
ઉલ્લેખનીય છે કે શાહિદની દીકરી મીશા બાદ હવે તેમના પરિવારમાં અન્ય એક સદસ્ય જલદી જ શામેલ થવા જઈ રહ્યો છે. શાહિદની પત્ની મીરા રાજપૂત હાલમાં પ્રેગ્નેટ છે. શાહિદના કામની વાત કરીએ તો હાલમાં તે બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં જોવા મળશે. પદ્માવત ફિલ્મમાં પણ તેના કામના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં તેણે રાજા રાવલ રતન સિંહનું પાત્ર ભજવ્યું હતું.
શાહિદની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો બત્તી ગુલ મીટર ચાલુનું નિર્દેશન શ્રી નારાયણ સિંહ કરી રહ્યા છે. ફિલ્મમાં શાહિદ ઉપરાંત શ્રદ્ઘા કપૂર અને યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. શાહિદ ફિલ્મમાં રણવીર ચોપરાનું પાત્ર ભજવી રહ્યો છે અને ફિલ્મનું પ્રોડકશન ભૂષણ કુમાર કરી રહ્યા છે. હવે આ ફિલ્મ બોકસ ઓફિસ પર શું કમાલ કરે છે તે જોવું રહ્યું.(૨૧.૧૫)