ફિલ્મ જગત
News of Monday, 23rd July 2018

ફિલ્મ અભિનેતા જૈકી શ્રોફે લખનૌમાં ટ્રાફિક ક્લિયર કરાવ્યો

ફિલ્મ 'પ્રસ્થાનમ'ના શૂટીંગ દરમ્યાન જુના લખનઉ સ્થિત રૂમી દરવાજા વિસ્તારમાં થયેલ ટ્રાફિકજામ ગાડીમાંથી ઉતરી ક્લિયર કરાવી હોટલ પહોંચ્યા

લખનૌ :જાણીતા ફિલ્મ અભિનેતા જેકી શ્રોફે ટ્વીટર પર એક વીડિયો ક્લીપ શેર કરી છે. આ વીડિયોમાં તે લખનઉમાં પોતાની ગાડીમાંથી ઉતરી ટ્રાફિક ક્લિયર કરવતા જોવા મળી રહ્યા છે.એવું જણાવવામાં આવે છે કે, જેકી શ્રોફ પોતાની આવનારી ફિલ્મ 'પ્રસ્થાનમ'ના શૂટીંગ દરમ્યાન જુના લખનઉ સ્થિત રૂમી દરવાજા વિસ્તારમાં ગયા હતા, જ્યાં તે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. તે દરમ્યાન તેમણે પોતે ગાડીમાંથી ઉતરી રસ્તો ક્લિયર કરાવ્યો અને પાછા કારમાં બેસી હોટલ જવા રવાના થયા.

    આ વીડિયોને જોઈ લાગે છે કે, આનું રેકોર્ડિંગ કદાચ જેકી શ્રોફની ગાડીમાં બેઠેલા કોઈ વ્યક્તિએ જ કર્યું છે.

(11:50 am IST)