ફિલ્મ જગત
News of Monday, 23rd July 2018

નાગિન બનીને અનિતા અત્યંત ખુશખુશાલ

બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી રહેલી અભિનેત્રી અનિતા હસનંદાની હાલમાં નાગિન-૩માં જોવા મળી રહી છે.  અનિતાએ અગાઉ બોલીવૂડમાં ફિલ્મો કરી છે, પણ હાલમાં તે ટીવી પરદે સતત વ્યસ્ત છે. તેની નાગિન-૩ હાલમાં ટોચ પર છે. એકતાએ તેને નવી નાગિન તરીકે પસંદ કરીને જરાપણ ભુલ નથી કરી તેવું અનિતાએ સાબિત કરી દીધુ છે. ટીઆરપીની રેસમાં આ શો સતત ટોચ પર હોઇ અનિતાની ખુશી સાતમા આસમાને પહોંચી છે. ત્રણ નાગિનની આ કહાનીમાં અનિતા ઉપરાંત કાશ્મીરા તન્ના અને સુરભી જ્યોતિ પણ મહત્વના રોલમાં છે. અનિતાએ તાજેતરમાં પોતે કસરત કરતી હોઇ તેવો વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પતિના ખભે બેસીને કસરત કરતી, મસ્તી કરતી જોવા મળી રહી છે. અનિતા પતિ સાથે ખુબ જ  કયુટ દેખાઇ રહી છે.

(9:29 am IST)