ફિલ્મ જગત
News of Monday, 23rd July 2018

રાજકુમાર અને મૌનીની જોડીઃ મેડ ઇન ચાઇના

નિર્દેશક મિખિલ મુસાલે એક અલગ જ કહાનીની ફિલ્મ બનાવી રહ્યા છે. જેનું નામ 'મેડ ઇન ચાઇના' રખાયું છે. ફિલ્મની કહાની એક ગુજરાતી બિઝનેસમેનની હશે, જે પોતાની જિંદગીમાં સતત સંઘર્ષ કરી રહ્યો હોય છે. પછી એ કઇ રીતે સફળ વેપારી બને છે તેની વિચીત્ર યાત્રા આ ફિલ્મમાં જોવા મળશે. કહાની અને નામ જોતા લાગે છે કે ફિલ્મ કંઇક અલગ જ હશે. આ ફિલ્મ માટે રાજકુમાર રાવની પસંદગી થઇ ગઇ છે. હવે હિરોઇન તરીકે મોૈની રોયનું નામ આગળ આવ્યું છે. મોૈની માની જતાં આ તેની આ ત્રીજી ફિલ્મ બની છે. આ કોમેડી જોનરની ફિલ્મ છે. ફિલ્મનું શુટીંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. રાજકુમાર અને મોૈની પતિ-પત્નિના રોલમાં જોવા મળશે. તે એવી પ્રેમાળ પત્નિ છે જે પતિને વેપારમાં આગળ વધવા સતત પ્રોત્સાહિત કરતી રહે છે.

(9:28 am IST)