ફિલ્મ જગત
News of Wednesday, 23rd June 2021

જુહી ચાવલાનું ટી-શર્ટ કશુંક કહે છે

અભિનેત્રીને દિલ્હી હાઇકોર્ટે હાલમાં જ ૫જી અંગે ૨૦ લાખનો દંડ કરેલ

મુંબઇઃ જુહી ચાવલાને થોડા દિવસ પહેલાં દિલ્હી હાઇકોર્ટે ભલે ફટકારી અને ૨૦ લાખ રૂપિયાનો દંડ કર્યો, પણ લાગે છે કે તેણે ૫જી ટેકનોલોજી સામેનું પોતાનું અભિયાન પડતું નથી મૂકયું.

જુહીએ આજે સોશ્યલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે પહેરેલા ટી-શર્ટ પર લખ્યું છેઃ શો મી ધ ડેટા.

આ ફોટોમાં જુહી ગાર્ડનમાં મેડિટેશન કરતી દેખાય છે અને સાથે તેણે લખ્યું છેઃ હું સત્ય અને સાદગીમાં માનુ છું... હું મારા દેશને, મારા ભારતને માનું છું.

કાનૂની પ્રક્રિયાનો દુરૂપયોગ કરવા બદલ દિલ્હી હાઇકોર્ટે આડે હાથ લીધી એ પછી પણ જુહી ચાવલાએ એક વિડિયો જાહેર કરીને કહયુ હતું કે 'અમ ૫જીની  વિરૂધ્ધ નથી... અમે તો સત્તાવાળાઓને એટલું જ કહીએ છીએ કે ૫જી સેફ છે એનું સર્ટીફીકેટ આપો... આ બાબતમાં તમારા અભ્યાસ અને રિસર્ચનાં તારણો જાહેર જનતા સામે મૂકો જેથી અમારો ડર દૂર થાય. અમારે ફકત એટલું જાણવું છે કે ટેકનોલોજી બાળકો માટે, પ્રેગ્નન્ટ મહિલાઓ માટે, વૃધ્ધ લોકો માટે, સમગ્ર જીવસૃષ્ટિ માટે સેફ છે.'

હવે 'શો મી ધ ડેટા' લખેલું ટી-શર્ટ પહેરીને પણ તેણે એ જ મુદો ફરી ઉપાડયો  છે કે કયાં છે એ ડેટા જે ૫જી સુરક્ષિત હોવાનું સાબિત કરે છે.

(4:17 pm IST)