તાપસી હવે ફિલ્મ નિર્માત્રી બની ગઇ
અભિનેત્રી તાપસી પન્નુ વધુ એક ફિલ્મના કામમાં વ્યસ્ત બની છે. હવે તે ફિલ્મ નિર્માત્રી પણ બની ગઇ છે. પ્રોડક્શન હાઉસ આઉટરાઇડર્સ ફિલ્મ્સના બેનર હેઠળ તે ‘ધક ધક' નામની ફિલ્મનું નિર્માણ કરી રહી છે. આ ફિલ્મમાં ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા, સંજના સાંઘી અને રત્ના પાઠક શાહ મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. આ ચારેય અભિનેત્રી બાઇક પર બેઠી હોય તેવો ફોટો સોશિયલ મિડીયામાં પોસ્ટ કરાયો છે. પોસ્ટરમાં ચારેય ખૂબ જ ખુશ અને આત્મવિશ્વાસુ દેખાઈ રહ્યા છે. ફિલ્મના ફર્સ્ટ લૂકની સાથે તાપસી પન્નુએ ડિરેક્ટર તરૂણ દુડેજા અને લેખક પારિજાત જોશી સાથેની તસવીરો પણ પોસ્ટ કરી તાપસીએ લખ્યું છે કે આ ચારેય મહિલાઓ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ પાસ પર સવારી કરવા માટે સમાન રોમાંચક પ્રવાસ પર જઈ રહી છે. તાપસીની આ પોસ્ટ પર ડાયરેક્ટર અનુભવ સિન્હાએ પણ કોમેન્ટ કરી છે, તેણે લખ્યું કે, ઝિંદાબાદ. દિયા મિર્ઝાએ પણ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.