ફિલ્મ જગત
News of Thursday, 23rd May 2019

લાઇફ ઇન એ મેટ્રો...૨૦૨૦માં આવશે સિકવલ

અલગ પ્રકારની ફિલ્મો માટે જાણીતા નિર્દેશક અનુરાગ બાસુએ વર્ષ ૨૦૦૭માં લાઇફ ઇન એ મેટ્રો નામની ફિલ્મ બનાવી હતી. તે વખતના જાણીતા ચહેરાઓ જેમ કે  ધર્મેન્દ્ર, શિલ્પા શેટ્ટી, કંગના રનોૈત, ઇરફાન ખાન, શરમન જોષી સહિતના ચહેરાઓ હતાં. પરંતુ આમ છતાં ફિલ્મ ખાસ સફળ થઇ નહોતી. જો કે સંગીત ખુબ સારુ હતું. હવે અનુરાગ આ ફિલ્મની સિકવલ બનાવવાની તૈયારીમાં છે. સિકવલમાં સના શેખ, રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન, સાન્યા મલ્હોત્રા, પંકજ ત્રિપાઠી, આદિત્ય રોય કપૂર જેવા કલાકારોના નામ ચર્ચાઇ રહ્યા છે. જાન્યુઆરી ૨૦૨૦માં આ ફિલ્મ રિલીઝ કરવાની અનુરાગની યોજના છે. ફિલ્મનું નામ 'લૂડો' એવું રાખવામાં આવશે. જો કે આ વખતે નવી સ્ટોરી માટે અનુરાગને ખુબ મહેનત કરવી પડશે.

(9:06 am IST)