ફિલ્મ જગત
News of Thursday, 23rd May 2019

પોતાને નસિબદાર સમજે છે અનન્યા

બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુકેલી ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે હવે બીજી ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત થઇ ગઇ છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં અનન્યાના અભિનયને બધાએ વખાણ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનન્યાના ઘણા મિત્રો છે, જેમાં શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન અને સંજય કપૂરની દિકરી શનાયા કપૂર પણ સામેલ છે. અનન્યા કહે છે મારી જિંદગીમાં બોલીવૂડના ઘણા લોકો ખાસ છે, પણ સોૈથી વધુ કોઇનું મહત્વ મારી જિંદગીમાં હોય તો તે શાહરૂખ ખાનનું છે. હું તેને પિતા સમાન સમજુ છું. તે મારા પિતા ચંકી પાંડેના ખાસ મિત્ર છે. તે મારા પિતાનું પણ ખુબ ધ્યાન રાખે છે. અનન્યાને કાર્તિક આર્યન પ્રત્યે આકર્ષણ હોવાનું પણ તે સ્વીકારી ચુકી છે. તે કહે છે હું નસિબદાર છું કે મને કાર્તિક સાથે ફિલ્મ મળી છે. હાલમાં અનન્યા તેની સાથે પતિ પત્નિ ઓૈર વોની રિમેક કરી રહી છે.

(9:05 am IST)