ફિલ્મ જગત
News of Friday, 23rd April 2021

નવા લોકોને તક આપશે વિદ્યુત

બોલીવૂડમાં એક સમય એવો હતો જ્યારે હીરો અને હિરોઇનો માત્ર અભિનય કરવા પુરતા જ સિમિત હતાં. તેમાં અમુક અપવાદ પણ હતાં. પરંતુ હાલનો સમય એવો છે જેમાં દરેક મોટો હીરો કે હિરોઇન અભિનય કરવાની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બીજા કામો પણ કરે છે અને અઢળક રૂપિયા કમાય છે. તેઓ નિર્માતા અને નિર્દેશક તરીકે પણ કામ કરતાં થઇ ગયા છે. અનેક અભિનેતાઓ એવા છે જે ફિલ્મ નિર્માણ પણ કરી રહ્યા છે. એકશન કિંગ વિદ્યુત જામવાલ પણ તેમાં સામેલ થઇ ગયો છે. તે કહે છે મારે અભિનની દુનિામાં દસ વર્ષ થઇ ગયા છે. મેં તેલુગુ ફિલ્મ શકિત દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે મારે અહિથી મેં જે મેળવ્યું છે એ પાછુ આપવાનો સમય આવી ગયો છે. બોલીવૂડની ફોર્સમાં વિદ્યુત જબરદસ્ત વિલન તરીકે સામે આવ્યો હતો. એ પછી કમાન્ડો સિરીઝે તેને નવો એકશન હીરો બનાવ્યો છે. વિદ્યુત કહે છે દર્શકોએ મને દરેક પાત્રમાં સ્વકાર્યો છે. પ્રેમ આપ્યો છે. હવે હું આ સોૈના આશીર્વાદથી નિર્માતા બન્યો છું. હું નવા લોકોને પ્રોત્સાહન આપીશ. ચાહકોનો હું દિલથી આભારી છું.

(10:07 am IST)