ફિલ્મ જગત
News of Friday, 23rd April 2021

અહિ બધા માટે ખુબ જ સારી તક છેઃ અદિતી

અદિતી રાવ હૈદરી કોરોના કાળમાં ડિજીટલ પ્લેટફોર્મ પર કામ કરીને દર્શકોનું મનોરંજન કરી રહી છે. છેલ્લે તે ધ ગર્લ ઓન ધ ટ્રેન પછી અજીબ દાસ્તાન્સમાં જોવા મળી છે. જો કે હાલમાં તે પોતાના થિએટર પ્રત્યેના પ્રેમને વ્યકત કરી રહી છે. તે કહે છે મને તેટલુ જલદી થિએટર્સ સુધી જવું છે. અદિતી કહે છે હું થિએટર્સને ખુબ યાદ કરી રહી છું, કારણ કે તેની સાથે એક જાદુ જોડાયેલો છે, મારું બાળપણ જોડાયેલુ છે. ત્યાંનો અનુભવ સાવ અલગ જ છે. તમે ત્યાં જાઓ છો ત્યારે ત્યાંની અલગ જ દૂનિયાનો ભાગ બની જાવ છો. લોકડાઉનમાં ડિજીટલ પ્લેટફોર્મ ખુબ જોવાઇ રહ્યું છે તેના વિશે અદિતીએ કહ્યું હતું કે આ સાચી વાત છે. ડિજીટલ પ્લેટફોર્મ આપણા બેસ્ટ મિત્ર બની ગયા છે. અદ્દભુત રાઇટીંગ, એકટીંગ સાથેની ખુબ સારી કહાનીઓ અહિ જોવા મળ્યા છે. નિર્દેશક, રાઇટર્સ એમ દરેક માટે આ પ્લેટફોર્મ સારુ છે. એક સમય આવશે જ્યારે થિએટર્સની સાથે ડિજીટલ પ્લેટફોર્મ પણ પોતાનું અલગ સ્થાન મેળવશે.

(10:06 am IST)