ફિલ્મ જગત
News of Saturday, 23rd March 2019

બૉલીવુડ કવીન કંગના આજે થઇ ૩૩ વર્ષની

મુંબઇ:  સતત વિવાદો વચ્ચેય મોખરાની અભિનેત્રી બની રહેલી કંગના રનૌતનો આજે બર્થ ડે છે. ૧૯૮૭ના માર્ચની ૨૩મીએ જન્મેલી કંગના આજે ૩૩ વર્ષની થઇ.૨૦૦૬માં ગેંગસ્ટર ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરનારી કંગના ક્વીન ફિલ્મમાં નેશનલ એવોર્ડ મલ્યા બાદ સ્ટાર બની ગઇ હતી. અત્યાર સુધીમાં આશરે ચાલીસેક ફિલ્મો કરી ચૂકેલી કંગનાની હિટ ફિલ્મો જેટલીજ ફ્લોપ ફિલ્મો પણ આવી. એની અત્યંત અપેક્ષા જગાડનારી કેટલીક ફિલ્મો ફ્લોપ નીવડી જ્યારે બીજી કેટલીક ફિલ્મો હિટ નીવડી. દિલ્હીમાં રંગભૂમિ પર અભિનય કરતાં કરતાં કંગના મુંબઇ આવી હતી. જો કે પોતે આઉટસાઇડર ગણાતી હોવાથી વધુ સંઘર્ષ કરવો પડયો એવું માનતી કંગના એક કરતાં વધુ વખત કહી ચૂકી છે કે બોલિવૂડમાં સગાંવાદ બહુ છે.એની હિટ ફિલ્મોમાં તનુ વેડ્સ મનુ અને એની સિક્વલ અને તાજેતરમાં રજૂ થયેલી મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીનો સમાવેશ થાય છે. બાકીની એની મોટા ભાગની ફિલ્મો પીટાઇ ગઇ હતી. એવી ફિલ્મોમાં વિશાલ ભારદ્વાજની રંગૂન મહત્ત્વની છે કારણ કે એ ફિલ્મ માટે જબરદસ્ત પબ્લિસિટી કરવામાં આવી હતી. એ જ રીતે હંસલ મહેતાની સિમરન ફિલ્મે પણ ધાર્યો બિઝનેસ કર્યો નહોતો. હવે કંગના તામિલનાડુનાં મુખ્ય પ્રધાનપદે રહી ચૂકેલી મૂળ તમિળ ફિલ્મોની વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી જયલલિતાનો રોલ કરવાની છે.

(6:18 pm IST)