ફિલ્મ જગત
News of Friday, 23rd March 2018

વિદ્યાને મળી એનટીઆરની બાયોપિકમાં પત્નીના રોલની ઓફર

મુંબઇ: અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા વિદ્યા બાલનને આંધ્રના યુગસર્જક અભિનેતા પોલિટિશ્યન એનટી રામરાવની બાયો-ફિલ્મમાં એનટીઆરની પત્નીના રોલ માટે ઑફર કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી.ઔઆ ફિલ્મમાં એટીઆરના પુત્ર નંદામુરી બાલકૃષ્ણ પોતાના પિતા એટલે કે એનટીઆરનો રોલ કરવાનો છે. તેલુગુ ફિલ્મના મેગાસ્ટાર અને અનેક સુપરહિટ ફિલ્મોના હીરો એવા એનટીઆરે ત્યારબાદ આંધ્રના રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને વિધાનસભાની ચૂંટણીમાં અગાઉના તમામ રેકોર્ડ તોડીને સત્તા હાંસલ કરી હતી. જો કે એમને જમાઇ ચંદ્રા બાબુ નડયા હતા અને એમને પુત્રી તથા જમાઇ મારફત હેરાન થવું પડયું હતું. અત્યારે એનટીઆરના જમાઇ ચંદ્રા બાબુ રાજ્યના રાજકારણમાં ટોચના ખેલાડી ગણાય છે. પિતાની જેમ અત્યારે તેલુગુ ફિલ્મોમાં બાલકૃષ્ણ સુપર સ્ટાર છે. જો કે હજુ વિદ્યાએ પોતાને ઑફર કરાયેલી ફિલ્મ સ્વીકારવા અંગે કોઇ નિર્ણય કર્યો નથી એવું વિદ્યાની નિકટનાં સૂત્રોએ કહ્યુ ંહતું. વિદ્યાએ સ્ક્રીપ્ટમાં કેટલીક ભૂલો તરફ ધ્યાન ખેંચ્યું હતું અને ફિલ્મ સર્જકો હિસ્સો ફરી લખાવી રહ્યા હોવાનું કહેવાય છે.

 

 

(3:52 pm IST)