ફિલ્મ જગત
News of Friday, 23rd March 2018

કપિલનો શો ફરી પાછળ ઠેલાયો

શુટીંગ માટે આવેલો ટાઇગર શ્રોફ પાછો ફર્યા

મુંબઇ તા. ૨૩ : કપિલ શર્મા પોતાનો નવો શો 'ફેમિલી ટાઇમ વિથ કપિલ' લઇને ટૂંક સમયમાં આપણું મનોરંજન કરવા આવી રહ્યો છે. તેનો અરાઉનો શો સેલિબ્રિટીઓ સાથે શુટિંગ કેન્સલ થવાના કારણે વિવાદોમાં સપડાયો હતો. હવે કપિલના નવા શો સાથે પણ આવું જ કંઇક થઇ રહ્યું છે. તાજેતરમાં જ ટાઇગર શ્રોફ સાથે એપિસોડનું શુટિંગ રદ કરી દેવામાં આવ્યું છે.

શોના પહેલા એપિસોડમાં અજય દેવગણ જોવા મળશે, જેનું શુટિંગ પુરુ થઇ ચુકયું છે. તેવામાં બીજા એપિસોડમાં ટાઇગર જોવા મળશે પરંતુ એપિસોડનું શુટિંગ રદ કરી દેવામાં આવ્યું છે. જો તમને લાગી રહ્યું હોય કે આ વખતે ફરીથી કપિલ સેટ પર નહી પહોંચ્યો હોય પરંતુ તેવું નથી પરંતુ કેટલાંક ટેકનીકલ કારણોસર શૂટ રદ કરી દેવામાં આવ્યું હતું.

સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝનના એક અધિકારીએ જણાવ્યું કે સેટ પર કેટલીક ટેકનિકલ ખરાબી આલી ગઇ હતી જેનો ઉકેલ લાવી શકાયો ન હતો તેથી આ એપિસોડનું શુટિંગ બીજા દિવસે કરવામાં આવશે. જો કે એવું પણ કહેવીમાં આવી રહ્યું છે કે ટાઇગર અને બાગી-૨ની ટીમ સેટ પર આવી ન હતી જેના કારણે શૂટ રદ કરી દેવામાં આવ્યું હતું.

'ફેમિલી ટાઇમ વિથ કપિલ' ૨૫ માર્ચથી શરૂ થઇ રહ્યો છે. આ શો શિલ્પા શેટ્ટીના શો 'સુપર ડાન્સર ચેપ્ટર ૨'ને રિપ્લેસ કરશે.

(3:50 pm IST)