આર. માધવન પણ બનાવશે એક બાયોપિક
બોલીવૂડમાં અસલી જિંદગી પર આધારીત ફિલ્મો બનાવવાનું ચલણ છે. અભિનેતા આર. માધવન પણ હવે આવી એક ફિલ્મ બનાવશે. માધવન થ્રિલર વેબ સિરીઝ બ્રીથને કારણે ખુબ ચર્ચામાં છે. આ શોનું ટ્રેલર બધાને ગમ્યું છે. બોલીવૂડમાં આર. માધવને અનેક સારી ફિલ્મોમાં કામ કર્યુ છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની ઓળખ સુપરસ્ટારની છે. હવે તે પોતે નિર્માતા બનીને આવી રહ્યો છે. તે કહે છે કે હું હવે કારકિર્દીના એ વળાંક પર આવી ગયો છું જ્યાંથી હું બીજા નવા લોકોને કંઇક કરવાની તક આપી શકું અને સારી ફિલ્મો બનાવી શકું. આ માટે ડિઝીટલ પ્લેટફોર્મ ખુબ મોટુ માધ્યમ છે. હું ટુંક સમયમાં એક બાયોપિક બનાવીશ. આ માટેની સ્ક્રિપ્ટ તૈયાર છે અને ઝડપથી કામ શરૂ થઇ જશે. જો કે આ ફિલ્મ કોની જિંદગી પર આધારીત છે તે હજુ જાહેર કર્યુ નથી.