ફિલ્મ જગત
News of Friday, 22nd November 2019

લાંબા સમય બાદ કાજોલની બહેન તનિષા ફિલ્મ ખબીસથી કરશે રૂપેરીપદડે વાપસી

ફિલ્મના પોસ્ટમાં ગીટાર જોવા મળી રહ્યું છે. આ ગીટાર પર લોહી પણ લાગેલું

મુંબઈ :  બોલીવુડ અભિનેત્રી કાજોલ આ દિવસોમાં ઘણી ચર્ચાઓમાં રહેલી છે. હવે કાજોલની બહેન તનિષા મુખર્જી ફિલ્મ ખબીસથી કમબેક કરવા જઈ રહી છે. તનીષા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી દુર છે. તનીષા હવે એક નવી ફિલ્મમાં જોવા મળવાની છે. તેમને પોતાની આગામી ફિલ્મ 'ખબીસ' ની જાહેરાત કરી છે.

ફિલ્મ ખબીસને લઈને એક પોસ્ટર પણ હવે સામે આવ્યું છે. ફિલ્મ ખબીસને સરીમ મોમીન નિર્દેશિત કરી રહ્યા છે અને આ ફિલ્મમાં સિદ્ધાંત કપૂર પણ સામેલ છે. આ ફિલ્મને લઈને તનીષાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે. ફિલ્મના પોસ્ટમાં ગીટાર જોવા મળી રહ્યું છે. આ ગીટાર પર લોહી પણ લાગેલું છે.

ફિલ્મના પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા તનીષાએ લખ્યું છે કે, 'પોતાની આગામી ફિલ્મ 'ખબીસ' ની જાહેરાત કરતા ખુબ રોમાંચિત છુ, આ થ્રિલરનો નવો પ્રકાર છે.'

(12:15 pm IST)