ફિલ્મ જગત
News of Friday, 22nd November 2019

મૌની, ક્રિસ્ટલ કે અંકિતા... કોણ હશે, 'ચહેરે'નો એક ચહેરો?

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસમીની બહુચર્ચીત ફિલ્મ ચહેરે હાલમાં હિરોઇનને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ મુખ્ય અભિનેત્રી ક્રિતી ખરબંદાએ છોડી દેતાં તેની જગ્યા હવે કઇ હિરોઇન લેશે? તે વિશે તરેહ-તરેહની અટકળો શરૂ થઇ છે. એક વાત એવી વહેતી થઇ હતી કે ક્રિતીએ નખરા શરૂ કરતાં તેને પડતી મુકવામાં આવી હતી. તો બીજી વાત એવી આવી હતી કે અંતરંગ દ્રશ્યો ભજવવા ક્રિતી તૈયાર ન હોઇ તેણે જ ફિલ્મ છોડી દીધી હતી. હવે ક્રિતીની જગ્યાએ મૌની રોય, ક્રિસ્ટલ ડિસૂઝા અને અંકિતા લોખંડેના નામ ચર્ચામાં આવ્યા છે. નિર્માતા આનંદ પંડિતની ઓફિસમાં જઇ અંકિતા લોખંડે અને મૌની રોય એમ બંનેએ વારાફરતી મિટીંગ કરી હતી. જો કે મૌનીની વાતચીત અમુક મિનીટોમાં પુરી થઇ ગઇ હતી. જ્યારે અંકિતાએ દોઢેક કલાક મિટીંગ કરી હતી. આ જોતાં અંકિતાનો ચાન્સ વધુ હોવાની શકયતા છે. તો હવે ક્રિસ્ટલ ડિસુઝાનું નામ પણ સામે આવ્યું છે. ફિલ્મમાં ઇમરાન હાસમી બિઝનેસમેનના રોલમાં છે. રૂમી જાફરી નિર્દેશીત આ ફિલ્મ આવતા વર્ષે વીસમી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મના અમિતાભ અને ઇમરાનના લૂકસ ખુબ ચર્ચાસ્પદ બન્યા છે. આ ત્રણેય ટીવી પરદાની સુંદરીઓ છે.

(10:09 am IST)