News of Thursday, 22nd November 2018
એકતા કપૂરના આગામી શો ડાયનમાં ટીના દત્તા કરશે પોઝિટિવ રોલ : ટીઝર રિલીઝ
મુંબઈ :એકતા કપૂર જલ્દી નાના પરદા પર ડાયન નાનો હોરર શો લઇને આવવાની છે. હાલ શોનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ચર્ચા હતી કે શોમાં ઉતરન ફેમ ટીના દત્તા ડાયનના રોલમાં જોવા મળશે પણ હવે સાંભળવામાં આવ્યું છે કે તેણી શોમાં જાહન્વી નામનો પોઝિટિવ રોલ પ્લે કરશે. તેના પાત્ર અનુસાર તે શહેરમાં ખોવાઈ રહેલ બાળકોની મિસ્ટ્રીને સોલ્વ કરે છે. શોમાં ટીના સિવાય મોહિત મલ્હોત્રા, પ્રભાત ભટ્ટાચાર્ય અને અન્ય પાત્રો પણ હશે. આ શૉ ડિસેમ્બરમાં ઓન એર થશે તેવી સંભાવનાઓ હાલ છે.
(12:39 am IST)