અનીસ બઝમીની ફિલ્મની હિરોઈન બનશે ઇલિયાના ડીક્રુજ
મુંબઇ: ફિલ્મ સર્જક અનિસ બઝ્મીએ પોતાની એક આગામી ફિલ્મ માટે અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝને સાઇન કરી હોવાની જાણકારી મળી હતી.અત્યાર અગાઉ અનિસ અને ઇલિયાના મુબારકન ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યાં છે એટલે બંને વચ્ચે સારો મનમેળ છે. મુબારકન અને અક્ષય કુમાર સાથેની ઇલિયાનાની ફિલ્મ રુસ્તમ બંને સારી ચાલી હતી એટલે ઇલિયાના સેલેબલ ગણાતી અભિનેત્રી છે.અનિસ હાલ એક ફિલ્મનંુ પ્લાનિંગ કરી રહ્યા છે જેમાં જ્હૉન અબ્રાહમ મુખ્ય ભૂમિકા કરવાનો છે. એની સાથે ઇલિયાનાને મુખ્ય ભૂમિકામાં ચમકાવવાની અનિસની યોજના છે.કુમાર મંગત નિર્મિત આ ફિલ્મને પાગલપંતી નામ આપવામાં આવ્યું છે. અનિસના પ્રવક્તાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે ઇલિયાના એવી અંતર્મુખ અભિનેત્રી છે કે બહુ બોલતી નથી. પોતાની અંગત વાતો કે ફિલ્મો વિશે પણ પૂછો તો ઓછા શબ્દોમાં જવાબ આપે છે. અંગત સવાલોના જવાબ તો આપતી પણ નથી.પાગલપંતી જાન્યુઆરીમાં ફ્લોર પર જશે. લંડનના સત્તાવાળા ફિલ્મ સર્જકોને સારી એવી સુવિધા પૂરી પાડે છે એટલે લંડનમાં શૂટિંગ કરવાની રીતસર લાઇન લાગે છે. . ઉપરાંત અનિસ વિપુલ અમૃતલાલ શાહની આંખેં ટુનુ ંપણ ડાયરેક્શન કરવાના છે.