News of Thursday, 22nd November 2018
ચીટ ઇન્ડિયાની કહાની દમદાર અને અલગઃ ઇમરાન
શોૈમિલ સેનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ચીટ ઇન્ડિયા'નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. રાષ્ટ્રીય શિક્ષણ દિવસના દિવસે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરાયો હતો. પોસ્ટરમાં ઇમરાન હાસમીનો અલગ લૂક દેખાઇ રહ્યો છે. જેમાં ટેગલાઇન છે કે-નકલમાં જ અકલ છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના રિલીઝ થશે. ચીટ ઇન્ડિયા કંગના રનોૈતની મણીકર્ણિકા સાથે જ રિલીઝ થશે. ટી-સિરીઝ બેનરની ઇમરાન હાસમીની આ ફિલ્મ હાલની ભારતની શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરશે. રિતીક રોશનની સુપર-૩૦ પણ એ દિવસે જ રિલીઝ થવાની હતી. પણ હવે તેની તારીખ પાછળ કરી દેવામાં આવી છે. આ કારણે હવે ઇમરાનની ફિલ્મને ફાયદો થશે. ઇમરાન કહે છે ફિલ્મની કહાની દમદાર અને બિલકુલ નવી જ છે.
(11:19 am IST)